`ધ વાયર`ના સ્ટાર અભિનેતા માઈકલ વિલિયમ્સનું અકાળે મૃત્ય; ન્યૂયોર્ક એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ

07 September, 2021 05:08 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

માઇકલ તેના ટીવી શો ‘ધ વાયર’ માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમણે આ શોમાં ડ્રગ ડીલર ઓમર લિટલ નામના ડાકુની ભૂમિકા ભજવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા માઈકલ કે. વિલિયમ્સનું 54 વર્ષની ઉમરે નિધન થયું છે તેમનો મૃતદેહ સોમવારે ન્યૂયોર્કમાં તેના બ્રુકલિન પેન્ટહાઉસ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. ન્યૂયોર્ક સિટી પોલીસે તેમના મૃત્યુની માહિતી આપી હતી. પોલીસને માઇકલનું મૃત્યુ અસામાન્ય લાગે છે, જેના કારણે તેની તપાસ કરવામાં આવશે કે તેનું મૃત્યુ કેવી રીતે થયું. ઘટનાસ્થળને જોતા પોલીસને શંકા છે કે માઈકલનું મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું છે. હાલ પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસમાં કરી રહી છે.

માઇકલ તેના ટીવી શો ‘ધ વાયર’ માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમણે આ શોમાં ડ્રગ ડીલર ઓમર લિટલ નામના ડાકુની ભૂમિકા ભજવી હતી. આ સ્વરૂપમાં, તે દાયકાઓ સુધી ટેલિવિઝન પરના સૌથી લોકપ્રિય પાત્રોમાંનો એક રહ્યા હતા અને પ્રેક્ષકો તરફથી પણ ઘણો પ્રેમ મેળવ્યો હતો.

મોઢામાં સિગારેટ લઈને અને ખૂબ જ સ્ટાઈલથી એવી જ સ્ટાઇલથી કરેલી એન્ટ્રીથી લોકો હજુ પણ પ્રભાવિત છે. તેમની અનન્ય શૈલી તે સમયે ખૂબ પ્રખ્યાત હતી. જ્યારે તે દાખલ થતો ત્યારે તે `ધ ફાર્મર ઇન ધ ડેલ` ગીતને ગાતા હતા. 2002થી 2008 સુધી ધ વાયરની પાંચ સીઝન પ્રસારિત થઈ હતી, તે તમામમાં માઇકલ કે. વિલિયમ્સ તેની મજબૂત ભૂમિકામાં જોવા મળ્યા હતા. દરેક સિઝનમાં તેના પાત્રમાં એક નવીનતા હતી.

એમી એવોર્ડ માટે નોમિનેટેડ માઇકલ વિલિયમ્સ તે જ્યાં પણ જતાં ત્યાં તેના શૉની કેટલાક યાદગાર ડાયલોગ્સ બોલતા હતા, જેમ કે `A man gotta have a code`, `all in the game yo, all in the game`. આ અભિનેતાની અકાળ વિદાયથી ફેન્સ દુ:ખી થયા છે.

 

hollywood news