16 October, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ
લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’માં બાનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ નવરાત્રિમાં ગરબા રમવાનાં જબરદસ્ત શોખીન છે. ૫૪ વર્ષની વયે અલ્પના બુચ નવરાત્રિ દરમ્યાન જબરદસ્ત એનર્જીથી ગરબે રમીને પોતાનો શોખ પૂરો કરે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં પોતાની ગરબા રમતી ક્લિપ મૂકી હતી જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. આ ક્લિપ સાથે અલ્પના બુચે કૅપ્શન લખી હતી કે ‘ભગવાન અગલે જનમ મોહે ગુજરાતી હી કીજિયો. ગરબા ખેલના મેરા જનમસિદ્ધ અધિકાર હૈ ઔર વો મૈં લેકર રહૂંગી.’