‘બિગ બૉસ 15’ના નવા હોસ્ટ સિદ્ધાર્થ શુક્લા-શેહનાઝ ગિલ?

20 July, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ’ને સલમાન ખાન હોસ્ટ કરે છે.

સિદ્ધાર્થ શુક્લા, શેહનાઝ ગિલ

‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનને આ વર્ષે ૬ અઠવાડિયાં પહેલાં ડિજિટલ પ્લૅટફૉર્મ વૂટ પર દેખાડવામાં આવશે અને ત્યાર બાદ એને કલર્સ પર રજૂ કરવામાં આવશે. ‘બિગ બૉસ’ને સલમાન ખાન હોસ્ટ કરે છે. જોકે આ વર્ષે એ ડિજિટલ થઈ રહ્યું હોવાથી વૂટ પર એને સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ હોસ્ટ કરશે એવી ચર્ચા છે. તેમણે ‘બિગ બૉસ 13’માં ખૂબ ધૂમ મચાવી હતી. તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. જોકે આ શો ટીવી પર આવતાની સાથે જ સલમાન ખાન ફરી એનો હોસ્ટ બનશે. આ શો માટે દિશા વાકાણી, અર્જુન બિજલાણી અને નેહા મર્દાનાં નામ ચર્ચામાં છે. વૂટ દ્વારા હાલમાં એક ટ્વીટ પણ કરવામાં આવી હતી જેમાં તેમણે સિડનાઝ (તેમના નામનું હૅશટૅગ)ને લઈને એક ન્યુઝ શૅર કરવાની વાત કહી હતી. આ ટ્વીટને કારણે તેઓ ‘બિગ બૉસ 15’ને હોસ્ટ કરશે એવી ચર્ચા છે.

Bigg Boss siddharth shukla entertainment news television news