23 November, 2025 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભાબીજી ઘર પર હૈં!’
આસિફ શેખ, રોહિતાશ્વ ગૌર અને શુભાંગી અત્રેને લીડ રોલમાં ચમકાવતા શો ‘ભાબીજી ઘર પર હૈં!’ પરથી બનેલી હિન્દી ફિલ્મ રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. ‘ભાબીજી ઘર પર હૈં!’ની શરૂઆત ૨૦૧૫ના માર્ચ મહિનામાં થઈ હતી અને હવે ૧૦ વર્ષ પછી એના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે. ‘ભાબીજી ઘર પર હૈં! ફન ઑન ધ રન’ નામની આ ફિલ્મ આવતા વર્ષે છઠ્ઠી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. એમાં રવિ કિશન, મુકેશ તિવારી અને નિરહુઆ પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે અને સાથે-સાથે ફિલ્મનાં બે રસપ્રદ પોસ્ટર્સ પણ શૅર કર્યાં છે.