મીતના પાત્ર માટે કાર રિપેરિંગનું બેઝિક શીખી હતી આશી સિંહ

16 September, 2021 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને ચૅલેન્જ આપતી રહી છે. મારા માટે આ પાત્ર ખૂબ જ ચૅલેન્જિંગ છે અને છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે.

મીતના પાત્ર માટે કાર રિપેરિંગનું બેઝિક શીખી હતી આશી સિંહ

આશી સિંહ તેના મીતના પાત્ર માટે કાર રિપેર કરવાના બેઝિક્સને શીખી હતી. ઑગસ્ટથી લોકોના દિલોમાં જગ્યા બનાવનાર આશી સિંહ તેના પાત્ર માટે જે શીખવું પડે એ શીખી રહી છે. કામ અને જવાબદારીને લઈને મીત સોસાયટીમાં જેન્ડરને લઈને જે માન્યતાઓ છે એને તોડી રહી છે. એક દૃશ્યમાં તેણે કારને રિપેર કરવાની હતી. આ માટે તેણે કારની કઈ વસ્તુને શું  કહેવાય અને એને રિપેર કરવાના બેઝિક નૉલેજ વિશે માહિતી લીધી હતી. આ વિશે વાત કરતાં આશીએ કહ્યું હતું કે ‘આ શો માટે મેં જ્યારથી હા પાડી છે ત્યારથી મીત મને ચૅલેન્જ આપતી રહી છે. મારા માટે આ પાત્ર ખૂબ જ ચૅલેન્જિંગ છે અને છેલ્લા થોડા મહિનાથી આ પાત્ર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે. હું મીત જેટલી સ્ટ્રૉન્ગ નથી, પરંતુ તેના પાત્રને ભજવવા માટે મારે પહેલાં સ્ટ્રૉન્ગ બનવું પડે છે. મેં આ શો માટે ઘણી નવી-નવી બાબતો શીખી છે. એક દૃશ્યમાં મારે કાર રિપેર કરવાની હતી. મારા માટે આ ખૂબ જ ચૅલેન્જિંગ હતું તેમ જ કાર એન્જિન રિપેર કરતાં શીખતી વખતે હું ઘણી વાર દાઝી પણ હતી. આ શો દ્વારા મને એવી વસ્તુઓ શીખવા મળી છે જે મેં રિયલ લાઇફમાં ભાગ્યે જ શીખી હોત.’

television news indian television entertainment news