અગ્રવાલ સમુદાયના સ્થાપક અગ્રસેન મહારાજાની કથામાં વેપારી સિદ્ધાંતોની વાત છે

26 July, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં ફિલ્મોમાં વિલન તરીકે પ્રસ્થાપિત થયેલા ઍક્ટર સાઈ બલ્લાલને પણ સાઇન કરવામાં આવ્યા

સાઈ બલ્લાલ

ઍન્ડ ટીવીના નવા શો ‘ઘર એક મંદિર - કૃપા અગ્રસેન મહારાજા કી’માં મહત્ત્વનું કહેવાય એવું કુંદન અગ્રવાલનું પાત્ર સાઈ બલ્લાલ ભજવશે. સાઈ બલ્લાલે અનેક ફિલ્મો અને શોમાં નેગેટિવ કૅરૅક્ટર કરીને પોતાની એક ખાસ ઇમેજ ઊભી કરી છે. શોની કથા અગ્રસેન મહારાજાની આસપાસ ફરે છે. વેપારીઓના અગ્રવાલ સમુદાયના સ્થાપક એવા અગ્રસેન મહારાજા અને તેમની વિચારધારા શોના કેન્દ્રમાં રહેશે. સાઈ બલ્લાલે કહ્યું કે ‘કુંદન અગ્રવાલ વેપારી છે, જેની જ્વેલરી શૉપ છે. કુંદન અગ્રવાલની ઇચ્છા છે કે તેના દીકરાઓ હવે વેપાર સંભાળી લે, પણ પોતાની જૂની ઘરેડ અને અમુક માન્યતાઓને કારણે સંતાન અને બાપ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે જે છેક અગ્રસેન મહારાજા સુધી પહોંચે છે અને અહીંથી અગ્રસેન મહારાજાની વાત શરૂ થાય છે.’ ‘ઘર એક મંદિર - કૃપા અગ્રસેન મહારાજા કી’માં ગુજરાતી ઍક્ટ્રેસ શ્રેણુ પરીખ પણ જોવા મળશે.

television news entertainment news