અલી અને જાસ્મિન જલદી નવા ઘરમાં થશે શિફ્ટ

05 December, 2021 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલી ગોની તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન સાથે બહુ જલદી લગ્ન કરીને નવા ઘરમાં રહેવા જશે એવી ચર્ચા ચાલી રહી છે

અલી અને જાસ્મિન

અલી ગોની તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન સાથે બહુ જલદી લગ્ન કરીને નવા ઘરમાં રહેવા જશે એવી ચર્ચા ચાલી રહી છે. અલીએ હાલમાં જાસ્મિનને તેના નવા ઘર માટે શુભેચ્છા આપી હતી, પરંતુ જાસ્મિને એ ઘરને તેમનું ઘર કહ્યું હતું. જાસ્મિનના નવા ઘરમાં પોઝ આપતો ફોટો શૅર કરીને અલીએ કૅપ્શન આપી હતી, ‘મને તારા પર ઘણો-ઘણો ગર્વ છે. મેરી જાન, તારા નવા ઘર માટે શુભેચ્છા. મને ખબર છે તેં આ ઘર માટે કેટલી મહેનત કરી છે.’
આ પોસ્ટ પર જાસ્મિને કમેન્ટ આપી હતી, ‘આપણું ઘર.’ એ ફોટો સાથે તેણે અન્ય એક પોસ્ટ પણ કરી હતી, જેમાં એક વિડિયો દ્વારા તેણે જલદી લગ્ન કરવાનાં છે એની હિન્ટ આપી છે.

entertainment news indian television television news