૮૩ વર્ષની ઉંમરે સતત ૨૪ કલાક કામ કર્યું બિગ બીએ

07 August, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન માટે એક દિવસ સવારે ૭ વાગ્યે શરૂ કરીને બીજા દિવસે ૭ વાગ્યે કામ પૂરું કર્યું અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

૮૩ વર્ષના અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે તેમણે તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનના શૂટિંગ દરમ્યાન સતત ૨૪ કલાક કામ કર્યું હતું. અમિતાભે જણાવ્યું કે તેમણે સવારે ૭ વાગ્યે શૂટિંગ શરૂ કર્યું હતું અને બીજા દિવસની સવારે ૭ વાગ્યે કામ પૂર્ણ કર્યું, કારણ કે શોના પ્રીમિયરની ડેટ જાહેર થઈ ગઈ હોવાથી શૂટિંગ મુલતવી રાખવાનો કોઈ વિકલ્પ નહોતો.
બુધવારે પોતાના બ્લૉગમાં અમિતાભે ચાહકોને પોતાના વ્યસ્ત શેડ્યુલની ઝલક આપી હતી. તેમણે લખ્યું હતું કે ‘આજે સવારે ૭ વાગ્યે એ કામ પૂરું થયું જે ગઈ કાલે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું. એની રજૂઆત અને સમયસર કામ પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી હતું તેથી એ કરવું જ પડ્યું. ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રથમ પ્રસારણ તારીખ જાહેર થઈ ચૂકી છે. જો હું સમયસર શૂટિંગ ન કરું તો કદાચ મારી જગ્યાએ કોઈ બીજાને હોસ્ટ બનાવી દે એટલે જે કરવું જરૂરી છે એ કરવું જ પડશે. હવે હું થોડો આરામ કરીશ, થોડું જમીશ અને થોડો સમય ઊંઘી લઈશ, કારણ કે ૬ ઑગસ્ટે ફરીથી વહેલી સવારે શૂટિંગ માટે હાજર થવાનું છે.’

amitabh bachchan kaun banega crorepati sony entertainment television entertainment news television news indian television