16 December, 2025 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શોનાં મુખ્ય કલાકારો પ્રિયંવદા કાંત (લતિકા), પારસ અરોરા (જિતુ પાંડે), સીરત કપૂર (સાવી). તેમણે સાથી કલાકારો સાથે બારાતમાં ડાન્સ કર્યો હતો
ગઈ કાલથી નવા શો ‘ઘરવાલી પેડવાલી’નું રાતે ૧૦ વાગ્યે પ્રસારણ શરૂ થઈ ગયું છે અને એ સોમવારથી શુક્રવાર ફક્ત & ટીવી અને ઝી5 પર જોવા મળશે. આ શોના લૉન્ચિંગ પહેલાં શોના કલાકાર અને કસબીઓએ મુંબઈની ગલીઓમાં અનોખી બારાત કાઢીને શોનું પ્રમોશન કર્યું હતું. શોનાં કલાકારો પ્રિયંવદા કાંત (લતિકા), પારસ અરોરા (જિતુ પાંડે) અને સીરત કપૂર (સાવી)ને ખાસ શણગારેલી બસમાં બેસાડીને તેમની બારાત કાઢવામાં આવી હતી. આ બારાત અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન જલસા બંગલો, શાહરુખ ખાનના મન્નત, સલમાન ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ, લિન્કિંગ રોડ, બાંદરા-વરલી સી લિન્ક અને હાજી અલી પાસેથી પસાર થઈ હતી. આ બારાતે એ વિસ્તારના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.