28 September, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપ સોની
કેટલાંક વર્ષો સુધી ‘ક્રાઇમ પૅટ્રોલ’ સાથે જોડાયેલા રહેલા અનુપ સોનીએ શોમાં પરત ફરવાની શક્યતા વિશે વાત કરી છે. હાલમાં આ શોની નવી સીઝનમાં અજય દેવગન હોસ્ટ તરીકે જોવા મળે છે. જોકે અનુપ સોનીએ સંકેત આપ્યો છે કે ભવિષ્યની કોઈ સીઝનમાં તે ફરી શોનો ભાગ બની શકે છે.
‘ક્રાઇમ પૅટ્રોલ’માં પોતાની સંભવિત વાપસી વિશે વાત કરતાં અનુપ સોનીએ કહ્યું હતું, ‘‘ક્રાઇમ પૅટ્રોલ’ની ઘણી સીઝન છે. મને ખાતરી છે કે એક સીઝન એવી આવશે જેમાં હું પરત ફરીશ.’
જોકે તેણે વર્તમાન સીઝનમાં તે જોવા મળશે કે નહીં એ વિશે સ્પષ્ટ કોઈ વાત કરી નહોતી.
રિપોર્ટ પ્રમાણે અજયે ‘ક્રાઇમ પૅટ્રોલ’ની ૧૫ એપિસોડની સીઝન માટે કથિત રીતે ૯૦ કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે. આ સાથે અભિનેતાને પ્રતિ એપિસોડ આશરે ૬ કરોડ રૂપિયા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.