05 September, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) પ્રમાણે આ અઠવાડિયે પણ ‘અનુપમા’એ ૨.૪ પૉઇન્ટ સાથે હંમેશની જેમ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જોકે એ પછી ૨.૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આવી ગઈ છે. ખાસ વાત એ છે કે આ શો ગયા અઠવાડિયે ત્રીજા ક્રમે હતો. આમ હવે અનુપમા અને તુલસી વચ્ચે નંબર વન બનવા માટે ગળાકાપ સ્પર્ધા છે.
લેટેસ્ટ યાદી પ્રમાણે આ અઠવાડિયે ત્રીજા ક્રમે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છે અને એનો TRP પણ ૨.૦ જેટલો નોંધાયો છે. આ લિસ્ટમાં ચોથા સ્થાને ૧.૯ TRP સાથે આવેલો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ગયા અઠવાડિયાની જેમ જ ચોથા સ્થાને છે. આ અઠવાડિયે ‘ઉડને કી આશા’ ૧.૮ TRP સાથે ટૉપ ફાઇવમાં પાછી ફરી છે.