18 October, 2025 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નંબર વન શોના સ્થાન પર અનુપમા અડીખમ
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ હાલમાં જે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ જાહેર કર્યો છે એમાં આ વખતે પણ ગયા વખતની જેમ જ ‘અનુપમા’ ટૉપ TRP ધરાવતો શો છે અને એનો TRP 2.3 છે. એ પછી બીજા નંબરે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ છે અને એના TRP 2.2 છે.
આમ નંબર વન બનવા માટે ‘અનુપમા’ અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે અને એમાં નંબર વનના સ્થાન પર ‘અનુપમા’ અડીખમ છે.