25 June, 2021 11:12 AM IST | Mumbai | Nirali Dave
તબુ
ઝીટીવીના શો ‘અપના ટાઇમ ભી આયેગા’માં મહારાણી રાજેશ્વરીના પાત્રમાં વિવાના સિંહે તનાઝ ઈરાનીને રિપ્લેસ કરી છે. મુંબઈની બહાર શૂટિંગ કરવા બાબતે તનાઝ ઈરાનીએ આનાકાની કરતાં તેને શોમાંથી કાઢી મૂકવામાં આવી છે એવું કહેવાય છે. જોકે ‘અપના ટાઇમ ભી આયેગા’માં રાજેશ્વરીદેવી તરીકે વિવાના સિંહને દર્શકોએ સ્વીકારી છે. વિવાનાનું કહેવું છે કે ‘અપના ટાઇમ ભી આયેગા’માં અધવચ્ચે થયેલી એન્ટ્રીથી હું થોડી નર્વસ હતી, પણ આખી ટીમે મને પરિવાર જેવો આવકાર આપ્યો છે. બાળપણથી જ ઍક્ટ્રેસ બનવા માગતી વિવાના સિંહને ‘રાજેશ્વરીદેવી’ જેવો મજબૂત રોલ મળ્યો એનો આનંદ છે. તેને હંમેશાં પ્રભાવશાળી અને દમદાર રોલ ભજવવાનું આકર્ષણ રહ્યું છે અને એટલે જ તે આ બાબતે તબુની મોટી ફૅન છે.
વિવાના સિંહ કહે છે, ‘તબુની ફિલ્મોનું સિલેક્શન આઉટ ઑફ ધ બૉક્સ હોય છે અને એ સહેલાઈથી કોઈ પણ કૅરૅક્ટર પ્લે કરે છે. ‘ચીની કમ’ મારી ફેવરિટ ફિલ્મ છે અને મારા જેવા ઘણા લોકોને એ ફિલ્મે કંઈક રિયલ કરવાની પ્રેરણા આપી છે. ભવિષ્યમાં હું પણ એ પ્રકારનું સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર ભજવવા માગું છું.’