03 September, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 4’
હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી સ્ટારર સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 4’ ઓછા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ને કારણે બંધ થવાની છે. આ શો ૨૦૨૫ની ૧૬ જૂને શરૂ થયો હતો, પરંતુ એ અપેક્ષા કરતાં વહેલો સમાપ્ત થવાનો છે. આ શોના લગભગ ૧૫૦ એપિસોડ ચલાવવાની યોજના હતી, પરંતુ ઓછા TRPને કારણે ૨૦૨૫ની ૧૯ સપ્ટેમ્બરે એનો અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવશે.