બાલિકા વધૂના જગિયાનું ૭ વર્ષના બ્રેક પછી ટીવીના પડદા પર કમબૅક

16 February, 2026 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શશાંક ભલે ટીવીથી દૂર રહ્યો હોય, પરંતુ તે ‘સિટાડેલ’ જેવી વેબ-સિરીઝમાં જોવા મળી ચૂક્યો છે

શશાંક વ્યાસ

‘બાલિકા વધૂ’માં વયસ્ક જગિયાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર શશાંક વ્યાસ ૭ વર્ષના બ્રેક પછી ફરી ટીવીના પડદે જોવા મળશે. શશાંક છેલ્લે ‘રૂપ-મર્દ કા નયા સ્વરૂપ’માં જોવા મળ્યો હતો. આ શો ૨૦૧૯માં ઑફ-ઍર થયો હતો. ત્યારથી લગભગ ૭ વર્ષ સુધી તે નાના પડદા પરથી દૂર રહ્યો હતો. શશાંક ભલે ટીવીથી દૂર રહ્યો હોય, પરંતુ તે ‘સિટાડેલ’ જેવી વેબ-સિરીઝમાં જોવા મળી ચૂક્યો છે. હવે રિપોર્ટ પ્રમાણે શશાંક સુપરનૅચરલ શોમાં હિબા નવાબની સામે લીડ રોલ કરતો જોવા મળશે. નિર્માતાઓનું માનવું છે કે શશાંક આ શો માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. ખાસ વાત એ છે કે તેણે અગાઉ ક્યારેય આવું સુપરનૅચરલ અથવા થ્રિલર પ્રકારનું પાત્ર ભજવ્યું નથી એટલે દર્શકોને તે નવા અંદાજમાં જોવા મળશે.

shashank vyas balika vadhu entertainment news indian television television news tv show