01 April, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાબીજી ઘર પર હૈં 2.0 પર પડી જશે પડદો
લોકપ્રિય ટીવી-શો ‘ભાબીજી ઘર પર હૈં 2.0’ને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. આ શોમાં થોડા સમય પહેલાં શિલ્પા શિંદેએ અંગૂરીભાભીના પાત્રમાં વાપસી કરી હતી જેના કારણે શરૂઆતમાં ભારે ચર્ચા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે સમય જતાં શોની લોકપ્રિયતા ઘટતી ગઈ અને હવે આ શો બંધ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ ‘ભાબીજી ઘર પર હૈં 2.0’નો છેલ્લો એપિસોડ ૧૬ એપ્રિલે પ્રસારિત થશે. આ સાથે શોની સફર પૂર્ણ થશે.
કેટલાક અહેવાલોમાં એવી અટકળો ચાલી રહી હતી કે શો કદાચ OTT પ્લૅટફૉર્મ પર શિફ્ટ થઈ શકે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મેકર્સે શોને આગળ કોઈ પણ ફૉર્મેટમાં ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો છે. આમ આ શો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. મળતી માહિતી પ્રમાણે ‘ભાબીજી ઘર પર હૈં 2.0’ સિવાય ‘ઘરવાલી પેડવાલી’ જેવા અન્ય શો પણ બંધ થઈ રહ્યા છે.