Bharti Singh Baby Boy: ગોલા બન ગયા બડા ભાઈ! ભારતી-હર્ષના ઘરે દીકરાનો જન્મ

19 December, 2025 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bharti Singh Baby Boy: આજે કૉમેડિયન ભારતી સિંહે બેબી બોયને જન્મ આપ્યો છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જાણીતું સેલિબ્રિટી કપલ છે. ભારતીનો પતિ હર્ષ પણ વ્યવસાયે લેખક અને નિર્માતા છે.

ભારતી અને હર્ષ તેમના પુત્ર ગોલા સાથે

જાણીતા કૉમેડિયન કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ફરી એકવાર પારણું બંધાયું (Bharti Singh Baby Boy) છે. આજે કૉમેડિયન ભારતી સિંહે બેબી બોયને જન્મ આપ્યો છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જાણીતું સેલિબ્રિટી કપલ છે. ભારતીનો પતિ હર્ષ પણ વ્યવસાયે લેખક અને નિર્માતા છે. બંનેએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ હર્ષ અને ભારતીના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. 

આમ તો બીજીવાર પ્રેગનન્ટ થયા બાદ પણ ભારતીએ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ખાસ તો તે તે કુકિંગ કૉમેડી શો લાફ્ટર શેફ સીઝન 3ના શૂટિંગમાં વ્યસ્ત રહી હતી. તે આ શોને હોસ્ટ કરી રહી છે. સેટ પર ભારતી ઘણીવાર તેના આવનારા બાળક (Bharti Singh Baby Boy) વિશે વાત પણ કરતી. ભારતી પ્રેગનન્સી દરમિયાન પોતાને કામમાં વ્યસ્ત રહેવા માંગતી હતી. તે વ્લોગ્સ પણ કરતી હતી અને શૂટ માટે જતી હતી. 

મીડિયા રીપોર્ટસ અનુસાર ભારતી સિંહ સવારે શૂટિંગમાં ગઈ હતી અચાનક જ તેને પ્રસવ પીડા ઊપડી હતી. ત્યાર બાદ ભારતીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ કપલને પહેલેથી જ લક્ષ્ય નામનો દીકરો છે. જેને સહુ લાડથી `ગોલા`ના નામે પણ બોલાવે છે.

થોડા દિવસ અગાઉ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી

Bharti Singh Baby Boy: તમને જણાવી દઈએ કે ભારતી અને તેના પતિએ સ્વિટ્ઝર્લેન્ડની ફેમિલી ટ્રીપ દરમિયાન તેમની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા તેણે તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટ કેપ્શનમાં તેઓએ લખ્યું હતું કે "બીજું બેબી લિમ્બાચિયા ટૂંક જ સમયમાં આવી રહ્યું છે" અને હવે આ બીજું બેબી આવી ગયું છે. આ સમાચાર સામે આવતાં જ ચાહકો ખૂશ થઇ ગયા છે. અને હર્ષ અને ભારતીના ચાહકો સોશિયલ મીડિયા પર દંપતી પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.  કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના જીવનમાં બીજા દીકરાના જન્મ સાથે જાણે નવો અધ્યાય શરૂ થયો છે. જોકે, નવજાત શિશુ અંગે વધુ વિગતો અથવા દંપતીના સત્તાવાર નિવેદનોની રાહ જોવાઈ રહી છે. હવે દરેક વ્યક્તિ તે ક્ષણની રાહ જોઈ રહ્યું છે જ્યારે ભારતી અને હર્ષ તેમના નવજાત શિશુની (Bharti Singh Baby Boy) પહેલી ઝલક શેર કરશે.

ભારતી અને હર્ષ `હુનરબાઝઃ દેશ કી શાન`,` ખતરા ખતરા ખતરા` અને `લાફ્ટર શેફ" જેવા શો માટે જાણીતા છે. ભારતી સિંહ પણ તેના કોમિક ટાઈમિંગ અને ભારતીય ટેલિવિઝન પર તેના રમૂજીપણા માટે જાણીતી છે. હર્ષ લિમ્બાચિયાએ લેખક તરીકે પોતાની સફરની શરૂઆત કરી હતી બાદમાં તે હોસ્ટ અને નિર્માતા પણ બન્યો હતો. બંને ૨૦૦૯માં કોમેડી સર્કસના સેટ પર મળ્યા હતા અને આખરે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા.

television news bharti singh baby indian television bollywood buzz bollywood entertainment news