08 January, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉમેડિયન ભારતી સિંહ
કૉમેડિયન ભારતી સિંહે ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરે બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પહેલા દીકરાને ભારતી જેમ ગોલા કહીને બોલાવે છે એમ બીજા દીકરાને તેણે કાજુ નામ આપ્યું છે. કાજુના જન્મ પછી થોડા દિવસનો બ્રેક લીધા બાદ હવે ૧૯મા દિવસે ભારતી કામ પર પરત આવી ગઈ છે અને ‘લાફ્ટર શેફ’ શો હોસ્ટ કરી રહી છે. શોના સેટ પર પહોંચતાં જ ભારતીએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા અને મીઠાઈ પણ વહેંચી હતી.
શોના સેટ પર ભારતીએ ફોટોગ્રાફર્સ સાથે બહુ મસ્તી કરી અને વાતવાતમાં કહી દીધું કે ‘કિસમિસ જોઈતી હતી, પણ કાજુ આવી ગયો.’ આ સાંભળીને એક ફોટોગ્રાફરે કમેન્ટ કરી કે ‘ફરી કરી લેજો.’ આ સાંભળીને ભારતીએ હસતાં-હસતાં કહી દીધું કે ‘હું એ જ કરતી રહું? શૂટિંગ પણ કરવાનું છેને?’
ભારતી સિંહ પોતાના કામને લઈને હંમેશાં ખૂબ જ ગંભીર રહે છે. પોતાના પહેલા પુત્રના જન્મ પછી પણ તે થોડા દિવસોમાં જ કામ પર પરત આવી ગઈ હતી. ટીવી સિવાય ભારતી યુટ્યુબ પર પણ વ્લૉગ-વિડિયોઝ બનાવે છે. કાજુના જન્મ પછી પણ તેણે પોતાના અનુભવ ફૅન્સ સાથે શૅર કર્યા છે.