‘બિગ બૉસ 15’ માટે ૩૫૦ કરોડ લેશે સલમાન ખાન?

21 September, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કન્ટ્રોવર્શિયલ રિયલિટી શોની પંદરમી સીઝન બીજી ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે

સલમાન ખાન

સલમાન ખાન હવે ‘બિગ બૉસ 15’ માટે ૩૫૦ કરોડ રૂપિયા લેશે એવી ચર્ચા ચાલી રહી છે. આ કન્ટ્રોવર્શિયલ રિયલિટી શોની પંદરમી સીઝન બીજી ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ શો ૧૪ અઠવાડિયાં સુધી આવશે એવી ચર્ચા છે. એક અઠવાડિયા માટે સલમાનને ૨૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલે કે એક દિવસ માટે સલમાન ૧૨.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક વીક-એન્ડ માટે સલમાન ૨૫ કરોડ રૂપિયા લે છે. ચોથીથી છઠ્ઠી સીઝન માટે સલમાનને એક એપિસોડના ૨.૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાતમી સીઝનથી તેની પ્રાઇઝ ડબલ કરીને પાંચ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. ‘બિગ બૉસ’ના ઇતિહાસમાં સીઝન 13 ખૂબ જ જોરદાર સીઝન રહી હતી જેમાં સિદ્ધાર્થ શુક્લા વિજેતા બન્યો હતો.

entertainment news television news indian television Bigg Boss