ફેબ્રુઆરીના અંત સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો ‘બિગ બૉસ 15’?

15 January, 2022 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે વધુ છ વાઇલ્ડ કાર્ડને એન્ટ્રી આપવાની ચર્ચા

સલમાન ખાન

‘બિગ બૉસ 15’ને હવે ફેબ્રુઆરી સુધી આગળ વધારવામાં આવ્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે આ મહિને આ શોનો ફિનાલે થવાનો છે, પરંતુ હવે એને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયામાં આ ન્યુઝ વહેતા થતાં લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે તેમને આ શોનું એક્સટેન્શન નથી જોઈતું. શોને લઈને લોકોમાં હવે જરા પણ દિલચસ્પી નથી રહી. શો સાથે લોકોને જકડી રાખવા માટે નવા-નવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જોકે લોકોને આ વખતની સીઝનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો. હવે એ જોવું રહ્યું કે ફેબ્રુઆરી સુધી આ શોમાં કેવા ડ્રામા જોવા મળે છે. પહેલાં આ શોને બે અઠવાડિયાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એને ફેબ્રુઆરીના અંત સુધી એક્સટેન્ડ કરવાની ચર્ચા ચાલી રહી છે. તેમ જ શોમાં વધુ છ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે.

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15