સુંબુલને નૉમિનેટ કરી શાલિન ભનોતે

29 November, 2022 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીના દત્તા અને શાલિનને જાણ થઈ કે સુંબુલ અને તેના ​પિતા વચ્ચે કન્ફેશનરૂમમાં વાતચીત થઈ રહી છે

શાલિન ભનોત

શાલિન ભનોતે ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં સુંબુલ તૌકિરને નૉમિનેટ કરી છે. ટીના દત્તા અને શાલિનને જાણ થઈ કે સુંબુલ અને તેના ​પિતા વચ્ચે કન્ફેશનરૂમમાં વાતચીત થઈ રહી છે. તેના પિતાએ ગેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો એથી ટીના અને શાલિન સુંબુલ પર રોષે ભરાયાં હતાં. કલર્સ પર આવતા શોમાં ખાસ્સી ધમાચકડી મચી છે. હવે જે પ્રોમો દેખાડવામાં આવે છે એમાં શાલિન કહી રહ્યો છે કે ‘હું સુંબુલને નૉમિનેટ કરીશ, કેમ કે તેના પિતા તેને બચાવવા હાજર છે.’ એનો જવાબ આપતા સુંબુલે કહ્યું, ‘તું મને નૉમિનેટ કરે છે કે મારા પિતાને?’

entertainment news television news indian television Bigg Boss