બિગ બૉસ OTT ૩ જોવા માટે ચૂકવવા પડશે રૂપિયા?

24 April, 2024 06:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી જિયો પર એ ફ્રીમાં જોવા મળતું હતું તેમ જ હૉલીવુડના પ્રોજેક્ટને જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું.

સલમાન ખાનની તસવીર

બિગ બૉસ OTT ૩’ જોવા માટે હવે લોકોએ પૈસી ચૂકવવા પડશે. કલર્સ ચૅનલ પર આવતા ‘બિગ બૉસ’નું વેબ વર્ઝન ‘બિગ બૉસ OTT’ શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલાં શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો, પરંતુ બીજી સીઝનને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. પહેલી બે સીઝન ફ્રીમાં હતી, પરંતુ આ સીઝન માટે હવે પૈસા ચૂકવવા પડશે એવી ચર્ચા  છે. ૨૪ કલાક આવતા લાઇવ ફીડ અને એપિસોડને જોવા માટે યુઝર્સે સ્પેશ્યસ સબસ્ક્રિપ્શન લેવું પડશે. અત્યાર સુધી જિયો પર એ ફ્રીમાં જોવા મળતું હતું તેમ જ હૉલીવુડના પ્રોજેક્ટને જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું.

Bigg Boss Salman Khan jio television news indian television