રાકેશ મારો સાઇડ કિક નથી : શમિતા શેટ્ટી

17 September, 2021 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ બન્ને હાલમાં ‘બિગ બૉસ ઓટીટી’માં જોવા મળી રહ્યાં છે

રાકેશ બાપટ, શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટીનું કહેવું છે કે રાકેશ બાપટ તેનો કઈ સાઈડ કિક નથી. તેઓ બન્ને હાલમાં ‘બિગ બૉસ ઓટીટી’માં જોવા મળી રહ્યાં છે. આ શોમાં કનેક્શન દરમ્યાન તેઓ બન્નેનું કનેક્શન હતું. જોકે હવે ગેમ ઇન્ડિવિડ્યુઅલ થઈ ગઈ છે. જોકે શમિતા રાકેશને ખૂબ જ ડૉમિનેટ કરે છે અને તે તેનો સાઇડ કિક છે. જોકે આ વિશે શમિતાએ કહ્યું હતું કે ‘તે મારો સાઇડ કિક નથી. હું એક એવી વ્યક્તિ છું જે પોતાનો પૉઇન્ટ હંમેશાં મૂકે છે. દિન્યા અગરવાલ અને મારી વચ્ચે સારા સંબંધ નથી અને મને નથી ગમતું કે મારું કનેક્શન તેની સાથે વધુ સમય પસાર કરે. હું જ્યારે કોઈને ટ્રસ્ટ ન કરતી હોઉં ત્યારે મારા માટે એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. મારા માટે વિશ્વાસ અને લૉયલ્ટી ખૂબ જ મોટી વાત છે. જોકે હું રિલેશનશિપમાં કોઈને ફસાઈને રહેવા દેવા નથી માગતી.’

entertainment news indian television television news tv show Bigg Boss shamita shetty