‘બિગ બૉસ’ સે નહીં, સલમાન સે ડર લગતા હૈ

22 September, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેનાર ‘બિગ બૉસ ઓટીટી’ની વિનર દિવ્યા અગરવાલ હવે ‘બિગ બૉસ 15’માં જોવા મળે એના ચાન્સ વધુ છે

દિવ્યા અગરવાલ

દિવ્યા અગરવાલનું કહેવું છે કે તેને સલમાન ખાનથી ખૂબ ડર લાગી રહ્યો છે. દિવ્યા અગરવાલે ‘બિગ બૉસ ઓટીટી’માં એન્ટ્રી કરી હતી અને તે વિનર પણ બની હતી. તે હવે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા શો ‘બિગ બૉસ 15’માં પણ જોવા મળે એવી શક્યતા છે. આ વિશે પૂછતાં દિવ્યાએ કહ્યું કે ‘મને ‘બિગ બૉસ 15’ તરફથી હજી સુધી કોઈ કૉલ નથી આવ્યો. ‘બિગ બૉસ ઓટીટી’ પૂરો થયો હોવાથી દરેક વ્યક્તિ રિલૅક્સ મોડમાં છે. જોકે મને ફોન આવે તો હું એ માટે તૈયાર છું. હું વિનિંગ ઝોનમાં છું એથી હું શોનો સ્વીકાર કરીશ. જોકે મને શોના હોસ્ટ સલમાન ખાનથી ખૂબ ડર લાગે છે છતાં હું ‘બિગ બૉસ 15’ માટે તૈયાર છું.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15