હિના ખાન કીમોથેરપી પછી નવા વાળ આવવાને કારણે ખુશખુશાલ

19 June, 2025 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે નાની-નાની પિગટેલ્સ બનાવી પોતાની તસવીર પણ શૅર કરી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હિના ખાને કૅન્સરની ટ્રીટમેન્ટ દરમ્યાન કીમોથેરપીને કારણે વાળ ગુમાવી દીધા હતા. હવે એક વર્ષથી વધુ સમય પછી તેણે નવા ઉગેલા વાળની પિગટેલ્સ બાંધીને તેની છોટી-છોટી ખુશિયાં સોશ્યલ મીડિયા પર શૅર કરી  છે. ફોટો શૅર કરતાં હિનાએ લખ્યું કે ‘દોઢ વર્ષ પછી મેં મારા વાળને પિગટેલ્સમાં બાંધ્યા. સમજાવી શકતી નથી કે મને આ હેર-ફ્લિપ્સની કેટલી યાદ આવી... રાહ જોઈ રહી છું... એક દિવસ એક સમયે... ઉફ્ફ આ નાની-નાની ખુશીઓ.’

hina khan yeh rishta kya kehlata hai indian television television news entertainment news