ન્યુકમર ફૅશન-ડિઝાઇનર્સ પ્રોત્સાહન આપવા માટે ફ્રીમાં ફોટોશૂટ કરશે દેબિના

03 June, 2021 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકો અને ફૅશન-ડિઝાઇનર્સને સાથે લાવવાનો આ પ્રયાસ હોવાનું જણાવ્યું

દેબિના બેનરજી

દેબિના આ લૉકડાઉનમાં નવા અને ઊભરતા ફૅશન-ડિઝાઇનર્સને પ્રોત્સાહન આપવા માટે ફ્રીમાં ફોટોશૂટ કરવાની છે. આ વિશે માહિતી આપતાં દેબિનાએ કહ્યું હતું કે ‘ગ્રાહકો અને ફૅશન-ડિઝાઇનર્સને સાથે લાવવાનો આ પ્રયાસ છે. એવા કેટલાય ફૅશન-ડિઝાઇનર્સ છે જેમને બિઝનેસ શરૂ કરવો છે. બધા બિઝનેસ બંધ થઈ જતાં ન માત્ર માલિકો પરંતુ તેમના કર્મચારીઓ પણ બેરોજગાર બન્યા છે. એથી બિઝનેસ ટકી રહે એ જરૂરી છે. બીજી તરફ કેટલાય લોકો એવા પણ છે જે ઘરમાં બેસીને કંટાળી ગયા છે અને એથી ઑનલાઇન શૉપિંગ કરી રહ્યા છે. એથી મારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ તેમને એકસાથે લાવવા માટે કરી રહી છું. હું તેમના ડ્રેસિસ પહેરીશ, ફોટોશૂટ કરીશ અને મારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીશ. હું તેમની પાસેથી કોઈ પૈસો નહીં લઉં. બાદમાં એ ડ્રેસ પણ તેમને રિટર્ન કરીશ. સામાન્ય રીતે તો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એના માટે પૈસા ચાર્જ કરે છે, પરંતુ મને એવું લાગે છે કે તેમની પાસેથી પૈસા કમાવવાને બદલે હાલમાં તો તેમને સપોર્ટ કરવાની જરૂર છે. બધું જ્યારે નૉર્મલ થઈ જશે ત્યારે હું કમર્શિયલ ઇન્ટરેસ્ટ વિશે વિચારીશ.’

entertainment news television news indian television tv show debina bonnerjee