04 September, 2025 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા વાકાણી તેના પતિ અને દીકરી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી, રાજ અનડકટ પણ પોતાની રિયલ લાઇફ બહેન સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્ચો
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં દયાભાભી એટલે કે દિશા વાકાણી તેના પતિ અને દીકરી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી હતી. લાંબા સમયથી પડદાથી દૂર રહેલી દિશાને પોતાની સાથે જોઈને તેના ફૅન્સ બહુ ખુશ થઈ ગયા હતા. આ સમયે દિશાએ ગુલાબી અને લીલી સાડીની સાથે પરંપરાગત નથ પણ પહેરી હતી. જોકે દિશાએ પંડાલમાં જતી વખતે માસ્કથી ચહેરો છુપાવી લીધો હોવા છતાં ફૅન્સ તેને ઓળખી ગયા હતા.
દિશા વાકાણી ઉપરાંત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ૨૦૧૭-’૨૨ દરમ્યાન ટપુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ પણ પોતાની રિયલ લાઇફ બહેન સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્ચો હતો. રાજે પોતાની આ મુલાકાતની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે.