કઈ ઇચ્છા પૂરી કરવી છે દિવ્યાંકાને?

14 March, 2024 06:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘યહ હૈ મોહબ્બતેં’ અને ‘બનૂં મૈં તેરી દુલ્હન’ શો માટે જાણીતી છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયાએ પોતાનો લેટેસ્ટ ફોટો શૅર કર્યો છે. એમાં તેણે યલો ડ્રેસ પહેર્યો છે. ઓછો મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. સોશ્યલ મીડિયામાં દિવ્યાંકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ શૅર કરે છે. તે ‘યહ હૈ મોહબ્બતેં’ અને ‘બનૂં મૈં તેરી દુલ્હન’ શો માટે જાણીતી છે. પોતાનો નવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યાંકાએ કૅપ્શન આપી હતી, ‘વિઝ્યુઅલાઇઝિંગ સનશા​ઇન, જૂની યાદોને ફરીથી જીવવાની ઇચ્છા છે. હૉલિડે ડ્રીમ્સ (એવું કહેવાય છે કે જ્યાં સુધી ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી એના માટે પ્રયાસ કરતા રહો).’

entertainment news bollywood buzz bollywood bollywood news television news