05 February, 2025 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર
ટીવી-પ્રોડ્યુસર એકતા કપૂરે ‘નાગિન 6’ પર પડદો પડી ગયા પછી લગભગ ૧૮ મહિના બાદ ‘નાગિન 7’ની ઑફિશ્યલ જાહેરાત કરી છે. હાલમાં એકતાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં નવી સીઝન માટેની શાનદાર થીમની ઝલક બતાવી છે. આ વિડિયો પછી ફૅન્સ ‘નાગિન 7’ની કાસ્ટ, પ્લૉટ અને રિલીઝ-ડેટ વિશે જાણવા તત્પર છે.
એકતાએ ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો શૅર કર્યો છે એમાં તે પોતાની ટીમ સાથે બેસીને આ શોની અપકમિંગ સીઝન પર ચર્ચા કરતી જોવા મળે છે. આ પહેલાંની સીઝન ‘નાગિન 6’માં તેજસ્વી પ્રકાશ લીડ રોલમાં જોવા મળી હતી. એનું પ્રીમિયર ૨૦૨૨ની ૧૨ ફેબ્રુઆરીએ થયું હતું. શરૂઆતમાં એ માત્ર ૬ મહિના માટે હતી, પણ એ સીઝનની લોકપ્રિયતા બાદ એ ૨૦૨૩ સુધી ચાલી હતી. ‘નાગિન’ ફ્રૅન્ચાઇઝીએ ‘નાગિન 1’ સાથે પોતાની સફળતાની યાત્રા શરૂ કરી હતી જે ૨૦૧૫ની ૧ નવેમ્બરથી ૨૦૧૬ની પાંચમી જૂન સુધી ટેલિકાસ્ટ થઈ હતી. આ સીઝનમાં મૌની રૉય, અર્જુન બિજલાણી અને અદા ખાન હતાં.