એકતા કપૂર બનાવશે ‘ધ ક્વીન્સ ઑફ ચંબલ’

09 June, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્ટ બાલાજીની આગામી સિરીઝ ‘ધ ક્વીન્સ ઑફ ચંબલ’માં ચંબલ પર રાજ કરતી બે મહિલાની વાર્તા છે

‘ધ ક્વીન્સ ઑફ ચંબલ’નું પોસ્ટર

એકતા કપૂરે પોતાના જન્મદિને નવા વેબ-શોની જાહેરાત કરીને ચાહકોને રિટર્ન ગિફ્ટ આપી છે. વર્તમાનમાં ઓટીટી સ્પેસ પર જ્યારે ગૅન્ગસ્ટર ડ્રામાની બોલબાલા છે ત્યારે અલ્ટ બાલાજીએ પણ હટકે ઍક્શન-ડ્રામાની જાહેરાત કરી છે. અલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયર પર આવનારી સિરીઝ ‘ધ ક્વીન્સ ઑફ ચંબલ’માં મેનકા અને રત્નાદેવી નામની બે મહિલાઓની વાત છે જે પુરુષપ્રધાન સમાજને પછાડીને ચંબલ પર રાજ કરે છે. એકતાએ આ શોનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે જેમાં બે યુવતીઓ ડૅડ બોડીના ઢગલા પર રાઇફલ લઈને બેઠી છે. પોસ્ટર વિશે લખ્યું છે, ‘કહેવાય છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે, પણ લાગે છે એ અમને નથી મળ્યાં. રત્નાદેવી અને મેનકા અલ્ટ બાલાજી પર આવી રહ્યાં છે. શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ‘ધ ક્વીન્સ ઑફ ચંબલ’ ઉપરાંત અલ્ટ બાલાજીએ રિદ્ધિ ડોગરા અને મોનિકા ડોગરાની સિરીઝ ‘ધ મૅરિડ વુમન’ની બીજી સીઝનની પણ જાહેરાત કરી છે. આ શો સમલૈંગિક સંબંધો પર આધારિત છે.

entertainment news television news indian television balaji telefilms alt balaji ekta kapoor