ગણપતિબાપ્પા મોરયા

14 September, 2021 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવ નિમિત્તે એકતા કપૂરે ઘરે બાપ્પાની સ્થાપના કરી છે

બાપ્પાનાં દર્શન માટે તેણે ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું

એકતા કપૂરના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. ગણેશોત્સવ નિમિત્તે એકતા કપૂરે ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. બાપ્પાનાં દર્શન માટે તેણે ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

એકતાના ઘરે સુઝૅન ખાન, ક્રિસ્ટલ ડિસોઝા, અનીતા હસનંદાની, તેનો હસબન્ડ રોહિત રેડ્ડી અને દીકરો આરવ, નીલમ કોઠારી સોની, કરિશ્મા તન્ના, કરણ પટેલ, તેની વાઇફ અંકિતા ભાર્ગવ, રિદ્ધિ ડોગરા, પરવીન દબાસ અને સનાયા ઈરાની પહોંચ્યાં હતાં. આ બધાં સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી કે ગણપતિબાપ્પા મોરયા, થૅન્ક યુ.

ekta kapoor television news entertainment news