Elvish Yadav Arrested: નોઇડા પોલીસે એલ્વિશ યાદવની કરી ધરપકડ, કોર્ટમાં રજૂ કરવામાં આવશે

17 March, 2024 04:07 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Elvish Yadav Arrested: નોઈડા પોલીસ દ્વારા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. 

એલ્વિશ યાદવની ફાઇલ તસવીર

નોઈડા પોલીસ દ્વારા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ (Elvish Yadav Arrested) કરવામાં આવી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. 

કેસની તપાસ ચાલી રહી હતી, હવે તેની ધરપકડ કરવામાં આવી છે. 

ડીસીપી નોઈડા વિદ્યા સાગર મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ (Elvish Yadav Arrested) કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં પાર્ટીઓમાં મનોરંજન માટે સાપનું ઝેર આપવા બદલ એલ્વિશ યાદવની સાથે અન્ય પાંચ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ અંગે પશુ કલ્યાણ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં અગાઉ એલ્વિશ યાદવની પણ પૂછપરછ કરી હતી અને કેસની તપાસ ચાલી રહી હતી.

એલ્વિશ યાદવની પાર્ટીમાં ક્યાંથી લાવવામાં આવ્યા હતા સાપ?

તમને જણાવી દઈએ કે આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ માહિતી આપી હતી કે એલ્વિશ યાદવની પાર્ટીઓમાં બદરપુરથી સાપ લાવવામાં આવ્યા હતા. આરોપી રાહુલે પોલીસને જણાવ્યું છે કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને ઝેરની વ્યવસ્થા કરતો હતો, માંગણી મુજબ તે સાપને ચાર્મર, ટ્રેનર અને અન્ય વસ્તુઓ આપતો હતો. તે તેને દિલ્હીના બદરપુર નજીકના એક ગામમાંથી લાવતો હતો, જે સાપના ભક્તોનો ગઢ માનવામાં આવે છે.

રિપોર્ટ ફાઇલિંગ દરમિયાન સેક્ટર 49 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. પ્રાણી અધિકાર જૂથની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સેક્ટર 51માં બેન્ક્વેટ હોલમાં પાંચ લોકોની ધરપકડ (Elvish Yadav Arrested) કરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ સાથે પાંચ કોબ્રા સહિત નવ સાપને બચાવી લેવામાં આવ્યા હતા.

એલ્વિશ યાદવ ભલે પાર્ટીમાં ન હતો, પરંતુ પોલીસ આ કેસમાં તેની સંભવિત સંડોવણીની તપાસ કરી રહી હતી. પીપલ ફોર એનિમલ્સના અધ્યક્ષ અને ભાજપના નેતા મેનકા ગાંધીએ યાદવ પર સાપનું ઝેર ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ લગાવ્યો અને તેની ધરપકડની માંગ કરી હતી. હવે આજે તેની ધરપકડ કરવામાં આવી હતી. 

સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે એલ્વિશ યાદવને

ગયા જ વર્ષે નોઈડા પોલીસે સેક્ટર 49માં એફઆઈઆર નોંધી હતી. જો કે, બાદમાં આ કેસ સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને તેમણે જ આ મામલાની તપાસ કરી હતી. જે બાદ આજે એલ્વિશ યાદવ (Elvish Yadav Arrested)ને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો. 

આજે આ કેસમાં એલ્વિશ યાદવની ધરપકડ (Elvish Yadav Arrested) કરવામાં આવી હોઇ હવે તેને પોલીસ સૂરજપુર કોર્ટમાં રજૂ કરવાની છે. રવિવાર હોવાથી ફરજ ન્યાયાધીશ તરીકે એમ.એમ. જજ તરીકે સેવા આપવાના છે.

entertainment news Bigg Boss noida television news youtube