✕

Entertainment Update: પતિ અને દિયર સાથે કપિલ શર્માના શોમાં જોવા મળશે મીરા રાજપૂત

30 October, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દિવાળી સ્પેશ્યલ એપિસોડના પ્રોમોમાં શાહિદ અને ઈશાન ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરતા અને ‘ધડક’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઝિંગાટ’ પર ડાન્સ કરતા જોવા મળે છે. શો દરમ્યાન શાહિદે પોતાની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો.

કપિલ શર્માના શોમાં મીરા રાજપૂત

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પતિ અને દિયર ઈશાન ખટ્ટર સાથે નેટફ્લિક્સ પર આવતા કૉમેડિયન કપિલ શર્માના લોકપ્રિય શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે.

આ દિવાળી સ્પેશ્યલ એપિસોડના પ્રોમોમાં શાહિદ અને ઈશાન ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરતા અને ‘ધડક’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઝિંગાટ’ પર ડાન્સ કરતા જોવા મળે છે. શો દરમ્યાન શાહિદે પોતાની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જ્યારે મીરા તેની સાથે આ ફિલ્મ જોવા બેઠી હતી ત્યારે શરૂઆતમાં તે તેની બાજુમાં બેઠી હતી. જોકે ફિલ્મ પૂરી થતાં સુધીમાં તેનાથી ઘણી દૂર જઈને સોફાના બીજા ખૂણામાં જઈને બેઠી હતી. શાહિદની આ વાત પર કપિલે પણ મજાક કરતાં કહ્યું હતું કે જો મીરાએ શાહિદની ફિલ્મ ‘કબીર સિંહ’ જોઈ હોત તો કદાચ તે એનાથી પણ વધારે દૂર જતી રહી હોત. આ વાતચીત દરમ્યાન શોમાં ખૂબ હાસ્ય અને મજાક જોવા મળે છે.

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નો આ દિવાળી સ્પેશ્યલ એપિસોડ ૩૧ ઑક્ટોબરે રાત્રે ૮ વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે.

shahid kapoor mira rajput ishaan khattar kapil sharma The Great Indian Kapil Show netflix entertainment news bollywood gossips diwali festivals