પ્રેગ્નન્સીનો અનુભવ કરાવ્યો આ કૅરૅક્ટરે

21 July, 2021 02:43 PM IST  |  Mumbai | Rashmin Shah

સ્ટાર પ્લસ પર શરૂ થનારા શો ‘ઝિંદગી મેરે ઘર આના’માં અમૃતા બનતી ઈશા કંસારા કહે છે, ‘બહુ ઓછા લોકોને આ ફીલ પ્રેગ્નન્સી પહેલાં મળે, હું એમાં સામેલ થાઉં છું’

ઈશા કંસારા

સ્ટાર પ્લસ પર આવતા દિવસોમાં આવનારા શો ‘ઝિંદગી મેરે ઘર આના’માં અમૃતાનું લીડ કૅરૅક્ટર કરતી ઈશા કંસારાને જો આ શોની કોઈ વાત સૌથી અગત્યની લાગતી હોય તો એ છે કે શોમાં તે પ્રેગ્નન્સી સાથે જોવા મળવાની છે. ઈશા કહે છે, ‘બહુ ઓછા લોકોને પ્રેગ્નન્સી જેવી અદ્ભુત ફીલિંગ્સનો અનુભવ આ રીતે મળે. હું એ જૂજ લોકોમાં આવું છું એવું મને લાગે છે. લિટરલી તમારે પ્રેગ્નન્ટ હો એ રીતે વર્તવાનું અને એ મુજબનાં જ એક્સપ્રેશન પણ આપવાનાં. આ ડિફિકલ્ટ છે, પણ એમ છતાં એ અદ્ભુત છે.’ ઈશાને પહેલેથી જ ઍક્ટ્રેસ બનવું હતું, પણ ટેન્થ સુધી તેણે ક્યારેય ટીવી જોયું નહોતું. ઈશા કહે છે, ‘મેં જ નહીં, મારી મમ્મીએ પણ ટીવી જોયું નહોતું. જ્યારે તેને ટીવી જોવું તો બહુ ગમતું, પણ મારા એજ્યુકેશન પર અસર ન પડે એનું ધ્યાન રાખતાં તે પણ ટીવી જોતી નહીં. ટેન્થ પછી થિયેટર શરૂ કર્યાં અને મને સમજાયું કે હું ઍક્ટિંગ માટે જ બની છું.’

entertainment news indian television television news tv show star plus Esha Kansara Rashmin Shah