ફારાહ ખાનના કૉમેડી શોનું નામ બદલીને રાખવામાં આવ્યું છે ‘ઝી કૉમેડી શો’

31 July, 2021 04:01 PM IST  |  Mumbai | Agency

આ શોના પહેલાં બે એપિસોડના શૂટિંગમાં મુંબઈ પોલીસને આમંત્રણ

ફારાહ ખાનના કૉમેડી શોનું નામ બદલીને રાખવામાં આવ્યું છે ‘ઝી કૉમેડી શો’

ફારાહ ખાનના કૉમેડી શોનું નામ હવે બદલાઈ ગયું છે. આ શોનું નામ પહેલાં ‘ઝી કૉમેડી ફૅક્ટરી’ હતું, જે હવે ‘ઝી કૉમેડી શો’ થઈ ગયું છે. આજથી શરૂ થઈ રહેલો આ શો શનિ-રવિવારે રાતે ૧૦ વાગ્યે ઝી પર રજૂ કરવામાં આવશે. હસી ઑન સ્ટ્રેસ ગૉન હૅશટૅગ હેઠળ આ શો પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં યુનિક વાત એ છે કે એમાં બે ટીમ બનાવવામાં આવી છે. આ શોમાં ઘણા નામચીન ઍક્ટર્સ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં જજ લાફિંગ બુદ્ધા તરીકે ફારાહ ખાન જોવા મળશે. આ શોનું નામ પહેલાં ‘ઝી કૉમેડી ફૅક્ટરી’ હતું, જેને હવે ‘ઝી કૉમેડી શો’ કરવામાં આવ્યું છે. આ શોના પહેલા બે એપિસોડનું શૂટિંગ ક્યારનું થઈ ચૂક્યું હતું જેમાં મુંબઈ પોલીસને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ શો વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘અમે દરેક ફૅમિલીને રિલૅક્સ થઈને હસાવવા માટે આવી રહ્યાં છીએ. આ શોના બે એપિસોડનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને બન્ને એપિસોડમાં હું ખૂબ હસી છું. કૉમેડિયન્સ, ઍક્ટર્સ, સિંગર્સ, રાઇટર્સ અને ડિરેક્ટર્સે ખૂબ જ સારું કામ કર્યું છે.’

television news entertainment news