અનુપમા તો હંમેશા કોટનની સાડીમાં જ ફરે છેઃ ગ્લેમરસ લુક પર રૂપાલી ગાંગુલીનો કટાક્ષ

28 May, 2026 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Fashion Ke Rang, Rishton Ke Sang: સ્ટાર પ્લસના સ્પેશ્યલ શો ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’માં રૂપાલી ગાંગુલીનો ગ્લેમરસ અવતાર; અનુપમા એટલે કે રુપાલી કોટન સાડીને બદલે ટ્રેન્ડિંગ લૂકમાં જોવા મળશે અભિનેત્રી; ૧ જૂનના ટેલિકાસ્ટ માટે ફેન્સમાં ઉત્સાહ

‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’માં જોવા મળશે રુપાલી ગાંગુલીનો જલવો

સ્ટાર પ્લસ (Star Plus)ના ફેશન સ્પેશિયલ ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’ (Fashion Ke Rang, Rishton Ke Sang) શોને લઈને અત્યારથી જ ભારે ચર્ચા જોવા મળી રહી છે. અહેવાલોનું માનીએ તો ચેનલ આ ઇવેન્ટને ટેલિવિઝનનું પોતાનું ‘મેટ-ગાલા’ (Met Gala) બનાવવાની તૈયારી કરી રહી છે. ૧ જૂનના રોજ સાંજે ૭ વાગ્યે ટેલિકાસ્ટ થનારો આ સ્પેશિયલ શો ફેશન, મનોરંજન અને મજેદાર પળોથી ભરપૂર હશે, જ્યાં આખો સ્ટાર પરિવાર (Star Parivaar) એક સાથે જોવા મળશે.

‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’, આ ખાસ ઇવેન્ટને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે ટીવી કલાકારો પોતાના ઓનસ્ક્રીન પાત્રો કરતાં બિલકુલ અલગ અંદાજમાં નજરે પડશે. રોજના સાધારણ લુકથી હટીને ઘણા કલાકારો સ્ટેટ-ઇન્સ્પાયર્ડ (રાજ્યોની સંસ્કૃતિથી પ્રેરિત) આઉટફિટ્સમાં રેમ્પ વોક કરતા જોવા મળશે, જે ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરશે.

પ્રેમ અને રાહી ગુજરાતી લુકમાં ગુજરાત (Gujarat)નું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે સાયલી અને સચિન મહારાષ્ટ્ર (Maharashtra)ની ઝલક બતાવશે. અરમાન અને અભીરા રાજસ્થાન (Rajasthan)ની રંગીન સંસ્કૃતિ રજૂ કરશે. સૃતિ અને શબ્બીર મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે, તો અંગદ અને વૃંદા પણ ગુજરાતી-ઇન્સ્પાયર્ડ આઉટફિટ્સમાં જોવા મળશે.

જો કે, આ આખી ઇવેન્ટમાં જે બાબતે લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, તે છે રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)નો બિલકુલ અલગ અને ગ્લેમરસ અંદાજ. પોતાના આઇકોનિક પાત્ર `અનુપમા` (Anupamaa)થી હટીને નવા લુકમાં જોવા મળવા અંગે રૂપાલીએ ઇવેન્ટના શૂટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ‘મેં થોડા દિવસો પહેલા એક મેટ ગાલા વાળી પોસ્ટ મૂકી હતી. જ્યારે ફેન્સ પોતાના કોસ્ચ્યુમ્સને મેટ-ગાલા લુકમાં બદલી રહ્યા હતા ત્યારે મને ખૂબ મજા આવી રહી હતી. તેના પરથી જ સ્ટાર પ્લસવાળાઓને પણ આ આઈડિયા આવ્યો. અને સાચું કહું તો મને પણ બહુ મજા આવી રહી છે કારણ કે આવા કપડાં પહેરવાનો મોકો ક્યાં મળે છે. અનુપમા તો હંમેશા કોટનની સાડીમાં જ ફરે છે, એટલે અહીં કંઈક અલગ કરવાનો મોકો મળી રહ્યો છે. તો ૧ જૂને અમારો આ સ્ટાર પ્લસ સ્પેશિયલ શો ચોક્કસ જુઓ.’

આ ઇવેન્ટના બિહાઇન્ડ-ધ-સીન્સ (Behind the Scenes - BTS) વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે અને ફેન્સ પોતાના મનપસંદ કલાકારોના નવા લુકને લઈને સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’ આ સીઝનના સૌથી વધુ ચર્ચિત ટેલિવિઝન શોમાંથી એક બની રહેશે.

‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’, ૧ જૂનના રોજ સાંજે ૭ વાગ્યે, માત્ર સ્ટાર પ્લસ પર માણી શકાશે.

rupali ganguly anupamaa star plus fashion entertainment news indian television television news tv show