લૉક અપની બીજી સીઝનમાં થશે ગૌરવ ખન્નાની એન્ટ્રી?

04 July, 2026 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોમાં જોરદાર ઝઘડા અને ચોંકાવનારા ટ્‍વિસ્ટ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે જેના કારણે આ શો હાલ મનોરંજન જગતની સૌથી વધુ ચર્ચાતી બાબતોમાંનો એક બની ગયો છે.

ગૌરવ ખન્ના

આકાંક્ષા ચમોલાએ ‘લૉક અપ’ની બીજી સીઝનમાં પતિ ગૌરવ ખન્નાથી છૂટાછેડાની જાહેરાત કરી હતી અને પછી તે સતત ચર્ચામાં છે. આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને માહિતી મળી છે કે હવે ગૌરવ ખન્ના પણ ટૂંક સમયમાં ‘લૉક અપ’ની બીજી સીઝનમાં એન્ટ્રી કરી શકે છે. જોકે અત્યાર સુધી શોના નિર્માતાઓ, ચૅનલ અથવા ગૌરવ ખન્ના તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
‘લૉક અપ’ની બીજી સીઝન સૌથી મોટો રિયલિટી શો સાબિત થયો છે. પ્રીમિયર થયાના માત્ર બે દિવસમાં જ આ શોએ નેટફ્લિક્સ ઇન્ડિયા પર નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. શોમાં જોરદાર ઝઘડા અને ચોંકાવનારા ટ્‍વિસ્ટ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે જેના કારણે આ શો હાલ મનોરંજન જગતની સૌથી વધુ ચર્ચાતી બાબતોમાંનો એક બની ગયો છે.

gaurav khanna television news indian television entertainment news bollywood buzz bollywood bollywood gossips