05 January, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવ ખન્ના
‘બિગ બૉસ 19’ જીત્યા પછી ગૌરવ ખન્ના હવે પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવી રહ્યો છે અને ત્યાં નિયમિત નવા વ્લૉગ્સ અપલોડ કરે છે. શો જીત્યા બાદ લગભગ એક મહિનો થઈ ગયો છે ત્યારે તાજેતરના વ્લૉગમાં ગૌરવે ખુલાસો કર્યો છે કે શોમાં ટાસ્ક દરમ્યાન જીતેલી કાર મને હજી સુધી મળી નથી.
આ વ્લૉગમાં ગૌરવ પોતાના મિત્ર પ્રણિત મોરે સાથે ડિનર કરતો જોવા મળે છે અને તેઓ ‘બિગ બૉસ’ના દિવસોને યાદ કરે છે. ગૌરવ એ પછી પ્રણિતને મીઠાઈ ભેટ આપે છે ત્યારે પ્રણિત મજાકમાં કહે છે, ‘તું તારી કાર મને ગિફ્ટ આપી દે.’ એ સાંભળીને ગૌરવ જવાબ આપે છે, ‘કાર તો મને હજી સુધી મળી જ નથી.
હકીકતમાં ‘બિગ બૉસ 19’ દરમ્યાન ગૌરવ ખન્ના અનેક ટાસ્ક જીત્યો હતો જેમાં કાર જીતવાનો ટાસ્ક પણ સામેલ હતો. જોકે એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં તેને ઇનામની કાર હજી સુધી નથી મળી.