‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ના ઍક્ટરે જણાવી કાસ્ટિંગ કાઉચની વ્યથા

21 June, 2022 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લૅમર વર્લ્ડમાં ન માત્ર ફીમેલ પરંતુ પુરુષ કલાકારોને પણ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો શિકાર થવું પડે છે

નિશાંત મલ્કાની

‘રામ મિલાએ જોડી’ અને ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’માં જોવા મળેલા નિશાંત મલ્કાનીએ પોતાની સાથે થયેલી કાસ્ટિંગ કાઉચની ઘટનાનો ચિતાર રજૂ કર્યો છે. ગ્લૅમર વર્લ્ડમાં ન માત્ર ફીમેલ પરંતુ પુરુષ કલાકારોને પણ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો શિકાર થવું પડે છે. કામ માટે તેમને પણ કૉમ્પ્રોમાઇઝ કરવાની ઑફર મળે છે. થોડાં વર્ષોથી #MeeToo કૅમ્પેન હેઠળ અનેક લોકોએ આગળ આવીને પોતાની આપવીતી સંભળાવી છે. હાલમાં તે ‘રક્ષાબંધન-રસાલ અપને ભાઈ કી ઢાલ’ સિરિયલમાં લીડ રોલમાં દેખાય છે. કરીઅરની શરૂઆતમાં તેની સાથે થયેલા અનુભવ વિશે નિશાંતે કહ્યું કે ‘હું જ્યારે કલકત્તામાં IIMથી MBA કરી રહ્યો હતો તો એ વખતે મને ટ્રાવેલિંગ દરમ્યાન મૉડલિંગની ઑફર મળી હતી. એ વખતે મેં સ્ટડીની સાથે-સાથે મૉડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. મારી એ કરીઅરની શરૂઆતમાં કેટલાક ડિઝાઇનર્સ હતા જેમણે મને તેમના ઘરે બોલાવ્યો હતો અને કહ્યું કે તમે શોના શો સ્ટૉપર છો એથી તમારું માપ લેવાનું છે. જોકે મને અહેસાસ થયો કે મેઝરમેન્ટ લેવાની આડમાં તેઓ દુર્વ્યવહાર કરી રહ્યા હતા. સાથે જ મને કૉમ્પ્રોમાઇઝ કરવાની ઑફર આપતાં જણાવ્યું કે જો તમે આવું કરશો તો અમે તમને મૉડલિંગના વધુ અસાઇનમેન્ટ અને શો આપીશું. તમને રૅમ્પ શો પર પણ ટૉપના મૉડલ બનાવવામાં આવશે. એ વખતે મારી માનસિક સ્થિતિ શું હતી એ તમે સમજી નહીં શકો. હું ખૂબ રડ્યો અને ત્યાંથી ભાગી ગયો. બાદમાં મેં મારી મમ્મીને કૉલ કરીને આખી ઘટના રડતાં-રડતાં જણાવી હતી. તેમણે મને એમ પણ કહ્યું કે ‘અચ્છા કામ ચાહિએ તો ગંદા કામ કરના હી પડેગા.’ જોકે મેં તેમની આ ગંદી ઑફરનો સ્વીકાર ન કર્યો અને એ ડિઝાઇનર્સ સાથે કામ પણ ન કર્યું.’

entertainment news indian television television news