28 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુલ્કી જોશી અને મહેન્દ્ર સિંહ ધોની (તસવીર: સોશિયલ મીડિયા)
કૉમેડી સીરિયલ ‘મૅડમ સર’ માં ઈન્સ્પેકટર હસીના મલિકની ભૂમિકા ભજવીને જાણીતી ટેલિવિઝન અભિનેત્રી ગુલ્કી જોશીએ રાંચીમાં થોડા વર્ષો પહેલા ભીડ દ્વારા ક્રૂર રીતે મારપીટ થઈ હોવાનો ભયાનક અનુભવ શૅર કર્યો હતો. તેણે શૅર કર્યું હતું કે જ્યારે પણ તે તેના વતનની મુલાકાત લે છે, ત્યારે ઘણીવાર તેની પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવે છે. "હું થોડા વર્ષ પહેલા રાંચી ગઈ હતી, આઈપીએલ માટે મારે ક્રિકેટર મહેન્દ્ર ધોનીને એવોર્ડ આપવાનો હતો, અને તે દરમિયાન મેરા શો ચાલી રહ્યો હતો નાદાન પરિંદે (2014) શો ખરેખર સારો ચાલી રહ્યો હતો. આ કારણસર મને ત્યાં મોકલાવવામાં આવી હતી," અભિનેત્રીએ કહ્યું.
વધુમાં, ગુલ્કીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જ્યારે હું બહાર આવી ત્યારે એટલી બધી ભીડ હતી કે હું ડરી ગઈ. ધક્કામુક્કી એટલી તીવ્ર હતી કે મારી સાથે છેડતી થઈ શકે છે એવી પરિસ્થિતી નિર્માણ થઈ ગઈ હતી. પરંતુ સુરક્ષા કર્મચારીઓ સમયસર પહોંચ્યા અને મને બચાવી લીધી હતી. હું તે સમયે ખરેખર ડરી ગઈ હતી. આ એકમાત્ર એવો સમય હતો જ્યારે મને લોકોથી ડર લાગ્યો હતો."
અભિનેત્રીએ એમએસ ધોનીને મળવાનો પોતાનો અનુભવ પણ શૅર કર્યો, તેને એક સરળ વ્યક્તિ તરીકે વર્ણવ્યો. ગુલ્કીએ ખુલાસો કર્યો કે જ્યારે તે એમએસ ધોનીને મળી, ત્યારે તેણે ખૂબ પ્રેમ, નમ્રતા અને મધુરતાથી તેનું સ્વાગત કર્યું. રમીને થાકી ગયો હોવા છતાં અને કદાચ ઘરે જઈને આરામ કરવા માગતી હોવા છતાં, ધોનીએ હજી પણ બધા ચાહકોને મળવા અને બધા સાથે ફોટા પાડવા માટે સમય કાઢ્યો. "મને લાગ્યું કે આ સાચી પ્રતિભા છે, કોઈ શોબાજી નથી, કોઈ નાટક નથી, ફક્ત હું, મારી મહેનત, મારી પ્રતિભા અને બાકીની દુનિયા," ગુલ્કીએ ઉમેર્યું. વર્ક ફ્રન્ટ પર, ગુલ્કી તાજેતરમાં ‘હસરેટીન 2’ માં જોવા મળી હતી, જે એક બોલ્ડ અને ઘનિષ્ઠ કાવ્યસંગ્રહ સિરીઝ છે.
આ શ્રેણીમાં ડોલી ચાવલા, સનમ જોહર, વિવેક દહિયા, વિનિત કક્કર, અમિકા શૈલ, સાયશા સહગલ, ઝુબેર કે. ખાન, કરણ શર્મા, નાયરા એમ બેનર્જી, પરમ સિંહ, પૂજા બેનર્જી, સંદીપ કુમાર, આકાંક્ષા પુરી, ઋષભ ચૌહાણ અને નવવીન શર્મા પણ જોવા મળે છે.
તાજેતરમાં આઇપીએલની સિઝન ચાલી રહી છે. જોકે આ સિઝનમાં ભારતના ભુતપૂર્વ ક્રિકેટર કેપ્ટન કુલ તરીકે પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોનીના સૂનકી હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. કારણ કે આ વર્ષે ટીમ નવ મૅચ રમી છે અને જેમાંથી માત્ર બે મૅચ જીતી અને સાત હારી છે. આટલી બધી મૅચ હારી જતાં માત્ર ચાર અંક સાથે સીએસકે પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે.