સાલા મૈં તો ગેમ બન ગયા

21 July, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉપ્યુલર કૅરૅક્ટર એવા હપ્પુસિંહને કૅરૅક્ટર બનાવીને ‘હપ્પુ કી નિકલી સવારી’ ગેમ લૉન્ચ કરવામાં આવી

હપ્પુસિંહ

ઍન્ડ ટીવીના ‘ભાબીજી ઘર પર હૈં’ અને ‘હપ્પુ કી ઉલટન પલટન’ જેવી બબ્બે સિરિયલમાં એક જ હપ્પુસિંહનું કૅરૅક્ટર કરીને જબરદસ્ત પૉપ્યુલરિટી હાંસલ કરનાર કૅરૅક્ટર હપ્પુસિંહને હવે ગેમનું કૅરૅક્ટર બનાવીને ‘હપ્પુ કી નિકલી સવારી’ ગેમ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં હપ્પુ પોલીસ-સ્ટેશન જવા નીકળે છે અને રસ્તામાં અનેક અડચણો આવે છે, જેને પાર કરવાની રહે છે. પોતાના કૅરૅક્ટરના આધારે ગેમ બની એ વાત નૅચરલી હપ્પુસિંહ એટલે કે યોગેશ ત્રિપાઠી અત્યંત ખુશ છે. યોગેશ ત્રિપાઠી કહે છે, ‘ઇન્ડિયન ટેલિવિઝનમાં પહેલી વાર એવું બન્યું છે જેમાં કોઈ કૅરૅક્ટરને લઈને ગેમ બનાવવામાં આવી હોય. થૅન્ક્સ ટુ ઑડિયન્સ અને ફૅન્સ.’

હપ્પુનું કૅરૅક્ટર આવ્યું ત્યારે યોગેશ ત્રિપાઠીને એ કરવાની ઇચ્છા ઓછી હતી, પણ એ પછી તેણે મન મનાવ્યું હતું અને જાતે એ કૅરૅક્ટર ડેવલપ કર્યું, જે ચૅનલને ગમતાં હપ્પુસિંહને ‘ભાબીજી ઘર પર હૈં’માં સામેલ કરવામાં આવ્યું. એ પછી તો એ કૅરૅક્ટર એ લેવલ પર હિટ થયું કે ‘હપ્પુ કી ઉલટન પલટન’ પણ શરૂ કરવામાં આવી.

entertainment news television news indian television tv show