બાઇક પાછળ સૌથી વધુ પૈસા ખર્ચવાનું ગમે છે હર્ષ રાજપૂતને

04 December, 2022 11:36 AM IST  |  Mumbai | Harsh Desai

હર્ષ રાજપૂતે ૨૦૦૬માં સ્ટાર પ્લસ પર આવેલી ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યા

હર્ષ રાજપૂત

હર્ષ રાજપૂતે ૨૦૦૬માં સ્ટાર પ્લસ પર આવેલી ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણા શોમાં કામ કર્યું છે. તે મૂળ ગુજરાતના નવસારીનો છે અને ‘નઝર’માં અંશ રાઠોડના પાત્ર દ્વારા તેને ઘણી ઓળખ મળી હતી. તે હાલમાં ‘પિશાચિની’માં રક્ષિત એટલે કે રૉકીના રોલમાં જોવા મળી રહ્યો છે. આ પાત્ર માટે તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
હાર્ડ વર્કિંગ, પૅશનેટ, ડ્રીમર, અચીવર અને રૉ​કિંગ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
રિયલ લોકોને મળીને ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને ખોટા લોકોથી મને ડર લાગે છે.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
લાઉડ જગ્યા ન હોય, ક્લબ તો બિલકુલ નહીં એવી કોઈ શાંત જગ્યાએ મને જેનામાં ઇન્ટરેસ્ટ હોય તેને હું લઈ જવાનું પસંદ કરીશ. જ્યાં ઓકોસ્ટિક મ્યુઝિક ચાલતું હોય.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું બાઇક્સ પર વધુ પૈસા ખર્ચ કરું છું. મને એ ગમે છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારું અટેન્શન મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી. કોઈ કંઈ ન કરતું હશે તો મારું અટેન્શન ઑટોમૅટિક એ તરફ જશે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારા કામને લઈને લોકો મને હંમેશાં યાદ રાખે એવી મારી ઇચ્છા છે, કારણ કે મારું કામ જ મારી લાઇબ્રેરી છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારા ઘરે મારા ફૅન્સ કંઈ ને કંઈ મોકલતા રહે છે જે સ્પેશ્યલ છે. જોકે વિ​ચિત્ર વાત એ છે કે એક વાર એક ફૅને મને બ્લડથી લખેલો લેટર મોકલ્યો હતો. હું લોકોને કહીશ કે આવું ક્યારેય ન કરવું.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
હું ચણાને ખૂબ ઊંચે ઉછાળીને એને મોઢામાં કૅચ કરી શકું છું. મને લાગે છે કે આ એક યુઝલેસ ટૅલન્ટ છે.

પહેલી જૉબ કઈ હતી?
મારી પહેલી જૉબ ઍક્ટિંગની જ હતી. હું અંદાજે ૧૩ વર્ષનો હતો ત્યારે મેં એક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં છે?
મારી પાસે એક શૉર્ટ્સ છે જે મારી પાસે છેલ્લાં ૧૨-૧૩ વર્ષથી હશે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મેં પાણીમાં ૨૫ ફુટ અંદર જઈને શૂટિંગ કર્યું હતું અને મને લાગે છે કે મારા માટે એ સૌથી ડૅરિંગવાળું કામ હતું.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
મેં ઘણી વસ્તુને મિસ્ટરી બનાવી રાખી છે અને એ વિશે જો હું કહી દઈશ તો એ મિસ્ટરી નહીં રહેશે.

television news entertainment news