15 August, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુનર હાલી અને મયંક ગાંધી
ટીવી-ઍક્ટ્રેસ હુનર હાલી અને મયંક ગાંધીએ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં અને હવે તેઓ નવ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઈ રહ્યાં છે. ઘણા સમયથી એવી ચર્ચા હતી કે બન્ને વચ્ચે મનમેળ નથી. હુનરે તાજેતરમાં સોશ્યલ મીડિયા પરથી ગાંધી અટક હટાવી દીધી છે, જેનાથી આ ચર્ચાને વધારે વેગ મળ્યો હતો. હજી સુધી હુનર કે મયંકે તેમના છૂટાછેડાનું કારણ જાહેર કર્યું નથી.
રિપોર્ટ પ્રમાણે હુનર અને મયંક ઘણા સમયથી અલગ રહે છે અને તેમનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગોમાં હુનરે આ મુદ્દે કોઈ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે. મળતી માહિતી પ્રમાણે હુનર ‘બિગ બૉસ 19’માં ભાગ લઈ શકે છે, કારણ કે તે અંગત જીવનની મુશ્કેલીઓમાંથી બ્રેક લેવા ઇચ્છે છે.