હું પાર્ટટાઇમ ઍક્ટ્રેસ અને ફુલટાઇમ રાજકારણી

09 July, 2025 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્મૃતિ ઈરાનીએ ઍક્ટિંગના ફીલ્ડમાં કમબૅક વિશે કહ્યું કે હું બિલકુલ નર્વસ નથી, કારણ કે પૉલિટિશ્યન હોવાને લીધે આવી બાબતોથી ગભરાતી નથી

સ્મૃતિ ઈરાની

ટીવી-શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝનમાં સ્મૃતિ ઈરાની ૧૬ વર્ષથી વધુ સમયના બ્રેક પછી ફરીથી તુલસી વીરાણીના પાત્રથી ઍક્ટિંગની દુનિયામાં કમબૅક કરવા તૈયાર છે. આ શોની પહેલી સીઝન ૨૦૦૦ની ૩ જુલાઈએ શરૂ થઈ હતી. આ શો ૨૦૦૮ સુધી ચાલ્યો હતો. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં કામ કર્યા પછી સ્મૃતિ ઍક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાયાં હતાં અને તેઓ મહિલા અને બાળવિકાસ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. 

આટલા લાંબા બ્રેક પછી ઍ​ક્ટિંગની દુનિયામાં પુનરાગમન વિશે વાત કરતાં સ્મૃતિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જુઓ, હું મારા કમબૅકને લઈને બિલકુલ નર્વસ નથી. હું રાજકારણી છું અને હવે હું આવી બાબતોથી ગભરાતી નથી. જોકે એ વાત સાચી છે કે ટેલિવિઝનની દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે અને એમાં OTTનો મોટો હાથ છે. જોકે બન્નેનું કામ વાર્તા કહીને લોકોનું મનોરંજન કરવાનું છું. જે રીતે ઘણા રાજનેતાઓ વકીલ કે શિક્ષક હોય છે, એ જ આધારે હું પાર્ટટાઇમ ઍક્ટ્રેસ અને ફુલટાઇમ રાજકારણી છું.’

television news indian television smriti irani kyunki saas bhi kabhi bahu thi entertainment news