માય ડ્રીમ મૅન

11 June, 2021 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ની સમાયરા એટલે કે સપના ઠાકુર ઑલરેડી ખિલાડીકુમાર સાથે ફિલ્મ કરી ચૂકી છે અને તે પોતાનો બૉયફ્રેન્ડ અને હસબન્ડ અક્ષયકુમાર જેવો ઇચ્છે છે

સપના ઠાકુર

ઝીટીવીના શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ની સમાયરા અત્યારે ભલે શોના હીરો કુલદીપની ગર્લફ્રેન્ડ હોય, પણ રિયલ લાઇફમાં સમાયરા એટલે કે સપનાને અક્ષયકુમાર જેવો બૉયફ્રેન્ડ જોઈએ છે. સપના કહે છે, ‘અક્ષયકુમાર ટોટલ મૅન છે. એ તમને મનાવી શકે, હસાવી શકે, સમજાવી શકે, ખિજાઈ પણ શકે અને પ્રેમ પણ કરી શકે. અક્ષયકુમાર જેવો બૉયફ્રેન્ડ અને લાઇફ-પાર્ટનર જ હું માગીશ.’

સપનાએ અક્ષયકુમાર સાથે ‘રાઉડી રાઠોડ’ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પણ કર્યો હતો.

સપના કહે છે, ‘તમે માનશો નહીં, પણ એ ફિલ્મ મળી એ પછી હું ત્રણ-ચાર દિવસ તો જમી નહોતી શકી. મને એટલી ખુશી થઈ હતી કે ભૂખ જ ન લાગે. અક્ષયકુમાર જેવો બૉયફ્રેન્ડ કે લાઇફ-પાર્ટનર જ નહીં, તેના જેવો ઍક્ટર બનવાનું પણ હું પસંદ કરીશ. અક્ષયે જે રીતે ફૅમિલીને સાચવ્યું છે અને તે જે રીતે પોતાની કરીઅરને પણ ગ્રૂમ કરે છે એ ઇનબિલિવેબલ છે.’

entertainment news television news indian television tv show