સોનીસ ગૉટ ટૅલન્ટ

10 June, 2021 12:13 PM IST  |  Mumbai | Rashmin Shah

કલર્સ ચૅનલને એસ્ટૅબ્લિશ કરવામાં મહત્ત્વનો રોલ ભજવનાર આ અમેરિકન શોના રાઇટ્સ સોની ટીવીએ લઈ લીધા

‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’નું પોસ્ટર

૨૦૦૬માં અમેરિકામાં શરૂ થયેલા રિયલિટી શો ‘અમેરિકા’ઝ ગૉટ ટૅલન્ટ’ માત્ર બે જ વર્ષમાં એ સ્તરે પૉપ્યુલર થયો જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આજે આ ‘ગૉટ ટૅલન્ટ’ શો જગતના ૭૦થી વધુ દેશોમાં થાય છે અને એમાં ઇન્ડિયા પણ એક છે. ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ શો કલર્સ ચૅનલ શરૂ થયો ત્યારથી કલર્સ પર આવતો, પણ હવે એના રાઇટ્સ સોની ટીવીએ ખરીદી લીધા છે. એક તરફ જ્યારે કલર્સ ચૅનલ પણ સોની ખરીદશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ સોની ટીવીએ કલર્સના ફ્લૅગશિપ એવા આ શોના રાઇટ્સ ખરીદીને પણ બ્રૉડકાસ્ટ-ઇન્ડસ્ટ્રીમાં દેકારો બોલાવી દીધો છે. રિયલિટી શોમાં સોની ટીવી હવે ખમતીધર બનતું જાય છે. ‘ગૉટ ટૅલન્ટ’ના રાઇટ્સ સાથે સોની ટીવી પાસે હવે ‘ઇન્ડિયન આઇડલ’ અને ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા બે ધુરંધર શો સાથે ઇન્ડિયાના મહત્ત્વના કહેવાય એવા ત્રણ શોના રાઇટ્સ થશે.

‘ગૉટ ટૅલન્ટ’ની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈ એક કળાને પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું, મૅજિકથી લઈને ડાન્સ અને કોરસ સિન્ગિંગથી લઈને કલાકારીગરી રજૂ કરવાની તક આપે છે. એક મિનિટમાં ટૅલન્ટ દેખાડવાનું કૌવત દર્શાવતો આ શો આ જ વર્ષથી હવે સોની ટીવી પર જોવા મળશે.

entertainment news indian television television news tv show indias got talent sony entertainment television Rashmin Shah