‘ઇશ્કબાઝ’માં જોવા મળેલી સુરભિએ માંડ્યાં બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે પ્રભુતામાં પગલાં

04 March, 2024 05:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્ને દસ વર્ષથી રિલેશનમાં હતાં. જાન્યુઆરીમાં તેમણે એન્ગેજમેન્ટની અનાઉન્સમેન્ટ કરી હતી.

સુરભિ ચંદના, કરણ શર્મા

ઇશ્કબાઝ’માં જોવા મળેલી સુરભિ ચંદનાએ તેના બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે ગઈ કાલે જયપુરની ચોમુ પૅલેસ હોટેલમાં ડ્રીમ-વેડિંગ કર્યાં હતાં. આ બન્ને દસ વર્ષથી રિલેશનમાં હતાં. જાન્યુઆરીમાં તેમણે એન્ગેજમેન્ટની અનાઉન્સમેન્ટ કરી હતી. લગ્નમાં સુરભિએ રેડ કે પિન્ક નહીં પરંતુ ગ્રે કલરના લેહંગા પર પસંદગી ઉતારી હતી. તેના હસબન્ડ કરણે પણ ગ્રે શેરવાની પહેરી હતી. તેમનાં લગ્નના ફોટો અને વિડિયો શ્રેણુ પરીખ અને કુણાલ જયસિંહે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા હતા. સુરભિ ડાન્સ કરતાં એન્ટ્રી લે છે, બાદમાં કરણ હાથ પકડીને તેને મંડપમાં લઈ આવે છે. 

entertainment news bollywood news television news celebrity wedding telly celebrity news