બંજારનના પાત્રની તૈયારી માટે ઘણા વિડિયોનો સહારો લીધો હતો કામ્યા પંજાબીએ

10 August, 2022 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ઝી ટીવી પર આવતી ‘સંજોગ’માં ગૌરીનું પાત્ર ભજવી રહી છે

કામ્યા પંજાબી

કામ્યા પંજાબીનું કહેવું છે કે તેણે બંજારનના પાત્રની તૈયારી માટે ઘણા વિડિયોનો સહારો લીધો હતો. તે ઝી ટીવી પર આવતી ‘સંજોગ’માં ગૌરીનું પાત્ર ભજવી રહી છે. આ શો બે જુદા-જુદા કલ્ચર અને કાસ્ટની મમ્મીઓ વિશેની સ્ટોરી છે. ગૌરી એક રાજસ્થાની બંજારનનું પાત્ર ભજવી રહી હોવાથી તેમના જેવી બૉડી-લૅન્ગવેજથી લઈને, લુકથી લઈને બોલી સુધીની દરેક બાબત વિશે તેણે ઘણી તૈયારી કરી હતી. આ વિશે વાત કરતાં કામ્યાએ કહ્યું હતું કે ‘હું ગૌરાના લુકને ખૂબ જ પ્રેમ કરું છું. મેં આજ સુધી ઑન-સ્ક્રીન જે પણ ભજવ્યું હતું એનાથી એ એકદમ અલગ છે. આ પહેલાં મને લાંબા વાળ રાખવા માટેનો ક્યારેય ચાન્સ નહોતો મળ્યો. મારા પાત્ર માટે ટ્રેડિશનલ નોઝ રિંગ અને હેવી સિલ્વર જ્વેલરી પણ મને ક્યારેય પહેરવા નહોતી મળી. ટ્રેડિશનલ રાજસ્થાની પાત્ર માટે અમે ઘણું ધ્યાન રાખ્યું હતું. તેમ જ બોલી પણ તેમના જેવી રહે એ માટે મેં ઘણા વિડિયો જોયા હતા અને મારા ફ્રેન્ડ્સ પાસેથી પણ સાચાં ઉચ્ચારણ શીખ્યાં હતાં. બોલી હોય કે લુક, મારા બંજારનના પાત્રને હું ખૂબ જ એન્જૉય કરી રહી છું. આ પાત્રનાં વાઇબ જ એકદમ અલગ છે. દરેક ઍક્ટર જે રીતે તેમના પાત્ર માટે રિસર્ચ કરે છે એ જ રીતે મેં પણ મારા પાત્ર માટે મારું હોમવર્ક કર્યું છે. જોકે હું હજી પણ સાચી રાજસ્થાની બોલી શીખવા માટે સતત પ્રયત્ન કરી રહી છું. આશા રાખું છું કે મારા બધા ફૅન્સ મને જેટલો પ્રેમ આપે છે એટલો આ પાત્રને પણ આપે.’

entertainment news television news indian television kamya punjabi zee tv