જેનિલિયાને ‘અમર અકબર ઍન્થની’ સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું રિતેશે

07 October, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૌન બનેગા કરોડપતિ 13’માં બન્નેની પર્સનલ લાઇફ વિશે પણ તેમણે ઘણી માહિતી આપી હતી

રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખ ‘કૌન બનેગા કરોડપતિ 13’માં

રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખ ‘કૌન બનેગા કરોડપતિ 13’માં શાનદાર શુક્રવારમાં હૉટ સીટ પર જોવા મળશે. આ શોમાં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપવાની સાથે તેમણે ઘણી મસ્તી પણ કરી હતી. બન્નેની પર્સનલ લાઇફ વિશે પણ તેમણે ઘણી માહિતી આપી હતી. ઇન્ડસ્ટ્રીમાં થયેલા તેમના અનુભવો પણ તેમણે અમિતાભ બચ્ચન સાથે શૅર કર્યા હતા. શો દરમ્યાન રિતેશ ‘અમર અકબર ઍન્થની’ સ્ટાઇલમાં જેનિલિયાને પ્રપોઝ કરશે. ૮ ઑક્ટોબરે આ શો સોની ચૅનલ પર દેખાડવામાં આવશે. આ શોમાંથી જીતેલી રકમથી તેઓ સામાજિક કાર્યો કરવાનાં છે.

entertainment news indian television television news tv show sony entertainment television kaun banega crorepati amitabh bachchan genelia dsouza riteish deshmukh