બાળપણના દિવસોને યાદ કરતો કૃષાલ આહુજા

20 October, 2021 04:06 PM IST  |  Mumbai | Harsh Desai

અમને હવે એટલું રમવા નથી મળતું, પરંતુ સેટ પર જ્યારે સમય મળશે ત્યારે ફરી મૅચ રમવાની મારી ઇચ્છા છે. એક ઍક્ટર્સ તરીકે અમારી પાસે જે આશા રાખવામાં આવે છે એ અમારે પૂરી કરવી પડે છે.’

બાળપણના દિવસોને યાદ કરતો કૃષાલ આહુજા

કૃષાલ આહુજાએ હાલમાં એક વર્કશૉપ દરમ્યાન તેના બાળપણની યાદોને તાજી કરી હતી. તે ‘રિસ્તોં કા માંજા’માં અર્જુનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે આંચલ ગોસ્વામીની જોડીને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ શોના એક દૃશ્યમાં તેઓ બૅડ્‍મિન્ટન રમતાં દેખાડવામાં આવશે. એ માટે કૃષાણ અને આંચલે બૅડ્‍મિન્ટન માટે વર્કશૉપ કરી હતી અને એ માટે તેમણે એક મહિના સુધી ટ્રેઇનિંગ લીધી હતી, જેથી તેમની ટેક્નિક રિયલ લાગે. આ વિશે વાત કરતાં કૃષાલે કહ્યું કે ‘નાના હતા ત્યારે આપણે બધા બૅડ્‍મિન્ટન રમ્યા હશે. સ્કૂલમાં કે પછી આપણી સોસાયટીમાં પણ રમ્યા હોઈશું. જોકે મને નહોતી ખબર કે આ ગેમમાં ઘણું શીખવાનું હોય છે. ‘રિસ્તોં કા માંજા’ને કારણે આ ગેમ વિશે મને ઘણું શીખવા મળ્યું છે. હું એટલું જરૂર કહીશ કે એ એટલું સહેલું નહોતું. આંચલ અને મારે ઘણી વર્કશૉપ કરવી પડી હતી. બૅડ્‍મિન્ટન પ્રોફેશનલના ગાઇડન્સ હેઠળ અમે ટ્રેઇનિંગ લીધી હતી. તેમણે અમને ગેમ રમવાની મેનર અને ટિપ્સ આપી હતી. કેટલીક વાર અમે મૅચ પણ રમ્યાં હતાં અને એને કારણે બચપણની યાદ આવી ગઈ હતી. એને કારણે અમે અમારા પાત્રને હવે વધુ સારી રીતે ભજવી શકીશું. અમને હવે એટલું રમવા નથી મળતું, પરંતુ સેટ પર જ્યારે સમય મળશે ત્યારે ફરી મૅચ રમવાની મારી ઇચ્છા છે. એક ઍક્ટર્સ તરીકે અમારી પાસે જે આશા રાખવામાં આવે છે એ અમારે પૂરી કરવી પડે છે.’

television news indian television entertainment news harsh desai